ઝારખંડ: લાતેહારમાં નક્સલી હુમલો, 3 પોલીસકર્મી શહીદ અને એક ઘાયલ 

ઝારખંડના લાતેહાર જિલ્લામાં થયેલા નક્સલી હુમલામાં ઝારખંડ પોલીસના 3 જવાનો શહીદ થયા છે. રાજ્યના એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આી. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. 

ઝારખંડ: લાતેહારમાં નક્સલી હુમલો, 3 પોલીસકર્મી શહીદ અને એક ઘાયલ 

લાતેહાર: ઝારખંડના લાતેહાર જિલ્લામાં થયેલા નક્સલી હુમલામાં ઝારખંડ પોલીસના 3 જવાનો શહીદ થયા છે. રાજ્યના એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. 

— ANI (@ANI) November 22, 2019

મળતી માહિતી મુજબ ઝારખંડમાં આ નક્સલી હુમલો લાતેહાર અને લોહરદગાની સરહદે થયો છે. અહીં હાઈવે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓ પર નક્સલીઓએ અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ. શહીદોમાં એક એસઆઈ અને બે જવાનો સામેલ છે. સબ ઈન્સ્પેક્ટરનું નામ સુકિયા ઉરાવ હોવાનું કહેવાય છે. 

જુઓ LIVE TV

આ અગાઉ જૂનમાં ઝારખંડના સરાયકેલા-ખરસાવામાં નક્સલી હુમલો થયો હતો. જેમાં પાંચ પોલીસકર્મીઓ શહીદ થયા હતાં. કૂકડુ સાપ્તાહિક હાટમાં નક્સલીઓએ પેટ્રોલિંગ ટુકડી પર હુમલો કર્યો હતો. જેમાં જિલ્લા પોલીસ બળના પાંચ જવાનો શહીદ થયા હતાં. 

નોંધનીય છે કે ઝારખંડમાં 30મી નવેમ્બરથી વિધાનસભા ચૂંટણી થઈ રહી છે જે પાંચ તબક્કામાં યોજાશે અને 20મી ડિસેમ્બરે તેનું પાંચમો અને છેલ્લા તબક્કાનું મતદાન હશે. મતગણતરી 23મી ડિસેમ્બરે હાથ ધરાનાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news